પ્રેમ શું અને મનની સંકડાશ શું, એ બેઉં સાથે રહેતા નથી.
પૂજન શું અને જીદ શું, એનો સમનવય થાતો નથી.
મોહ શું અને પોતાની ઇચ્છા શું, એનો સંગાથ ટકતો નથી.
વિનમ્ર શું અને ભાવોનો અતિરેક શું, એવો યજ્ઞ થાતો નથી.
વૈરાગ્ય શું અને વિચિત્રતા શું, એનું સમર્પણ થાતું નથી.
મંજિલ શું અને પોતાના ભાવો શું, એવી મંજિલ પમાતી નથી.
હાસ્ય શું અને અવિવેક શું, એવું રૂદન થાતું નથી.
ધરતી શું અને કલ્પના શું, એવા જગમાં તો રહેવાતું નથી.
- ડો. હીરા