દિવ્યતા અનુભવાતી નથી, શક્તિ સમજાતી નથી;
પ્રભુ તારી એકરૂપતા, મનથી તો મને ભુલાતી નથી.
વિચારો શૂન્ય થાતા નથી, કાર્ય બધા થાતા નથી;
પ્રભુ તારા આધારે જીવન મારું જીવાતું નથી.
સતત તારો અનુભવ થાતો નથી, પ્રભુ તારાથી દૂર રહેવાતું નથી;
સુકૂન દિલમાં થતા નથી, આ અવસ્થા સમજાતી નથી.
સંપૂર્ણતા અહેસાસ આપતો નથી, સમાપ્તિ દેખાતી નથી;
પ્રભુ તારી ચેતના મને મળે છે, પણ સમયથી પરે જવાતું નથી.
બધે જ પ્રભુ દેખાતો નથી, ચેન હૈયામાં ટકતું નથી;
તારા દર્શન સાક્ષાત થાતા નથી, અંતરમાં તું હરપળ દેખાતો નથી.
મનને અનુભવ મળતો નથી, દિલને અહેસાસ થાતો નથી;
પ્રભુ મારી અવસ્થા, તારાથી છૂપી રખાતી નથી.
- ડો. હીરા