મનન કરું, જતન કરું, આખર તારામાં એક થઉં.
કર્મ કરું, પૂજન કરું, આખર તારા સંગે ઝૂંમું.
ઉમંગ કરું, મૃદંગ કરું, આખિર તારામાં જોડાણ કરું.
સેવન કરું, આગમન કરું, આખિર તારામાં જીવન સફળ કરું.
પ્રેમ કરું, તારું ધ્યાન કરું, આખિર તારામાં ખુદને ખોઉં.
ધૈર્ય ધરું, વિશ્વાસ રાખું, આખિર તારામાં નિવારણ કરું.
ચંચળતા છોડું, મન સ્થિર કરું, આખિર તારા સહાય વગર શું કરું?
આચરણ બદલું, મોહ ત્યજું, આખિર તારા ઈશારા વગર શું ચાલું?
આનંદમાં રહું, બેચેનીને છોડું, આખિર તારા અંતરમાં જઈને જ વસું.
- ડો. હીરા