જ્યાં ત્યાંની વાત શું કરું, જ્યાં હૈયામાં તું બોલે;
ઇચ્છા બીજી શું રાખું, જ્યાં પ્રેમ તું મને કરે;
વિશ્વાસને અતૃપ્ત કેમ રાખું, જ્યાં ઇચ્છાથી પરે તું આપે;
ઈલ્જામ ક્યાંથી શોધી લાવું, જ્યાં હર એક કાર્ય તું કરે.
પવિત્ર બંધન આ કઈ રીતે તોડું, જ્યાં તું મને એક કરે;
ઈશારા તારા કેમ ન સમજું, જ્યાં તું મને તારામાં નવડાવે;
હૈયાની શક્તિને શું માપું, જ્યાં અસીમ કૃપા તું કરે;
વૈરાગ્યના બંધન કઈ રીતે જોડું, જ્યાં તારું જ મધુર ગીત બોલે.
જમાનામાં શું આનંદ ગોતું, જ્યાં આનંદ તું જ મને આપે;
પોતાની જાતની શું ઓળખાણ આપું, જ્યાં તારી ઓળખાણ તું મને આપે.
- ડો. હીરા