જવાબદારી હટી, દુર્ઘટના ઘટી,
હાલત આ જગમાં બધાની આવી છે.
વિશ્વાસ તૂટ્યો, હિમ્મત હાર્યો,
વેદના આ જગમાં બધાની આવી છે.
મંજિલ મળે, ચેન મળે,
એવી અભિલાષા આ જગમાં બધાની છે.
હાલાત બદલાય,અને આપણે જીવીએ,
એવી તમન્ના આ જગમાં બધાની છે.
ઓળખાણ મળે, આ જગ વાહ-વાહ કરે,
એવી ઇચ્છા આ જગમાં બધાની છે.
પ્રભુ મળે, છતાં આપણે અલગ રહીએ,
એવી નાસમજણ આ જગમાં બધાની જ છે.
- ડો. હીરા