ખેલ ખેલની વાત છે, ઊંમર આખાની શરૂઆત છે;
વિશ્વમાં તો આત્માની શરૂઆત છે, પ્રેમની મુલાકાત છે;
પ્રભુના માર્ગમાં હૈયાની તો મુલાકાત છે.
વિશ્વમાં તો જન્નતની તલાશ છે,
આખર પોતાનો વજૂદ ખોવાની તો આ વાત છે.
મનમાં વિચાર છે, એને મળવાની પુકાર છે;
વિચાર તો શૂન્ય છે, પ્રભુમાં જ્યારે ઓળખાણ છે.
ચહેરા પાછળ તો અનેક રાઝ છે,
પ્રભુ સામે તો બધા પરદા ખુલ્લા છે.
વૈરાગ્યની તો પુકાર છે, આપણી ઓળખાણની વાત છે;
શરીરથી પરે છે, મુલાકાતની તો આપણી શરૂઆત છે.
- ડો. હીરા