પ્રેમ પરિવર્તનની ખોજમાં નીકળ્યા અમે;
નામની પાછળ ખોવાઈ ગયા અમે.
પ્રભુના મિલનના પ્યાસા હતા અમે;
વાહ વાહ સાંભળવા માટે તરસી ગયા અમે.
અનોખી રાહે ચાલવા, પ્રભુને પામવા અધીર હતા અમે;
સફળતા, ધન અને કામમાં શોધવા લાગ્યા અમે.
નિર્જીવમાં પણ પ્રભુને જોતા હતા અમે;
ક્યારે પોતાની જાતને વિસરી ગયા અમે.
ફરી પાછી યાચના કરીએ પ્રભુને;
કે એકરૂપતા સાચવો અમારી, તમારામાં હવે.
- ડો. હીરા