અણગમા-ગમાની પાછળ દોડે છે આ દુનિયા;
હરએક ઇચ્છા પૂરી કરવા ચાહે છે આ દુનિયા;
ખેલ દિલના અને દિમાગના ખેલે છે આ દુનિયા;
અંતે તો બાકી રહી જાય છે, આવી કાચની છે આ દુનિયા;
મહેફિલ સજાવે પ્રેમની, આશાની; બારાત કાઢે દુઃખોની;
કેમ ચાલ આવી ચાલે છે આ દુનિયા, કેમ હેરાન છે આ દુનિયા;
નિર્મળતા ભૂલીને, સ્વાર્થની પાછળ ભાગે છે આ દુનિયા.
- ડો. હીરા