દિવ્યતા ઊભરે, ઉમંગે ઝૂમીએ, સંગે નવડાવે, રોમે અનુભવ કરાવે;
વેદોને બચાવે, પ્રાણોને સાચવે, જગનો વિકાસ કરે, દિલમાં પ્યાસ જગાવે;
આનંદનો અનુભવ કરાવે, ચેતનામાં હર પળ વસે, પવિત્રતાથી છલકે;
દીવાના પ્રેમમાં કરે, સાચી સમજણ આપે, પ્રારંભમાં અંતરજ્ઞાન કરાવે;
અહેસાસ ખુદનો કરાવે, બેકાબૂ મનને કાબૂ કરે, માર્ગદર્શન કરાવે;
સૌમ્ય સ્વરૂપમાં રમાડે, ધનની લાલસા ભુલાવે, પ્રેરિત સહુને કરે;
અનોખી મહેફિલ સજાવે, ગણપતિને સંગે રાખે, જગમાં શાંતિ સ્થાપે;
દેવોની સહાય કરે, અસુરી વૃત્તિનો નાશ કરે, માનવને માનવતા શીખવાડે;
ગુપ્ત કાશીમાં લેખ લખે, બદ્રીમાં રામ કરે, સૃષ્ટિ પૂરીમાં વાસ કરે;
હર યુગમાં અવતાર કરે, લોકોને રાહ બતાડે, એવા છે આ બાલાજી
જે સંગે તો સહુના રહે.
- ડો. હીરા