શું સમજાવું પ્રભુમિલનનો સાર;
શું સમજાવું પ્રભુભક્તિનો પ્યાર;
શું કરાવું પ્રભુના મૂળ રૂપનાં દર્શન;
શું કહું કે પ્રભુમાં છે, હરએક ચીજનું વર્ણનનું.
ના સમજે જે, એ તો હજી નાદાન છે;
ના સમજવા ચાહે જે, એ તો હજી અહંકારમાં છે.
જેને પ્રભુની ચાહ નથી, એને તો વાસના સતાવે;
જેને પ્રભુની મુલાકાત થઈ નથી, એ તો પ્રભુથી દૂર છે.
પ્રેમની ગલીમાં જે રમે છે, તેને પ્રભુ સમજાય છે;
પ્રભુને જે પ્રેમ કરે છે, તેને જ તો પ્રભુ મળે છે.
- ડો. હીરા