અભિવ્યક્ત કેમ કરું કે ગુના પર ગુના કરતા જઈએ અમે;
પ્રભુ તને કઈ રીતે એક ગણું, જ્યાં અંતરમાં અંધકાર ફરે.
મંઝિલ હજી પામી નથી, ત્યાં તને ભૂલવા લાગ્યા અમે;
કોઈ ફરક નથી એમ કેમ માનું, જ્યાં ‘હું’ હજી મારામાં ફરે.
જોઈ નથી શકતો તને હરએકમાં, હજી કચાશ છે મારામાં;
અંતરમાં પણ તને શોધું છું, એવી અવસ્થામાં ડૂબીએ અમે.
તારી કૃપા વગર કંઈ સંભવ નથી, એવું માનીએ અમે;
તારી કૃપાના પાત્ર બનાવ, એવું રીઝીએ અમે;
હવે તો એક કર, અલગતામાં પરેશાન છીએ અમે.
- ડો. હીરા