હાજરી મારી સાબિત કરવાની જરૂર નથી, અંતરનો અવાજ કહે છે.
મારો અહેસાસ સહુને આપવાની જરૂર નથી, એ તો મર્યાદા કહે છે.
ઉમ્મીદની ઝલક દેખાડવાની હોતી નથી, એ તો વ્યવહાર કહે છે.
ઉમંગમાં ઝૂમવાની જરૂર નથી, એ તો સદાનંદ કહે છે.
છલકતા જામમાં નાહવાની જરૂર નથી, એ તો પ્રભુનું મિલન કહે છે.
આક્રોશ અને આરોપમાં રહેવાની જરૂર નથી, એ તો સાચું દિલ કહે છે.
જીવનમાં ખામોશીમાં સહન કરવાની જરૂર નથી, એ તો અન્યાય કહે છે.
મિલનની રાહ અને ચાહમાં રડવાની જરૂર નથી, એ તો પ્રિયતમમાં એકરૂપતા કહે છે.
મનના વિચારોની પાછળ દોડવાની જરૂર નથી, એ તો એકાગ્રતા કહે છે.
આચરણમાં છળકપટની જરૂર નથી, એ તો આ પ્રભુની વાણી કહે છે.
- ડો. હીરા