પ્રેમ એવો હોય જે પોતાની જાતને ભુલાવી દે;
પ્રેમ એવો હોય જે અંતરમાં આનંદ ઊભરાવી દે;
પ્રેમ એવો હોય જે સુકૂનનો અહેસાસ કરાવી દે;
પ્રેમ એવો હોય જે ઉદારતા સમજાવી દે;
પ્રેમ એવો હોય જે જગજાહેર ન હોય, પણ ચેન આપી દે;
પ્રેમ એવો હોય જે સંપૂર્ણતા પ્રભુને આપી દે;
પ્રેમ એવો હોય જે અદભુત અમીરસ છલકાવી દે;
પ્રેમ એવો હોય જે પ્રેરણા બીજાને આપી દે;
પ્રેમ એવો હોય જે સર્વ દુઃખ ભુલાવી દે;
પ્રેમ એવો હોય જે અતિરેક ત્યજી દે;
પ્રેમ એવો હોય જે કાયરતા વિસરાવી દે;
પ્રેમ એવો હોય જે મંજિલ પમાવી દે.
- ડો. હીરા