દુનિયાની ભાષા મને સમજાતી નથી;
જ્યાં સ્વાર્થ છલકતો હોય, તે સમજાતું નથી.
જ્યાં અંતરમાં અવિશ્વાસ હોય, તે પચતું નથી;
જ્યાં બહારી દેખાડો છે, તે ગમતું નથી.
જ્યાં વિચારોમાં અશુદ્ધિ છે, તે આવકારાતું નથી;
જ્યાં પ્રદર્શન ખોટું હોય, ત્યાં વસાતું નથી.
જ્યાં ઘાલમેલ ભરપૂર હોય, ત્યાં પ્રેમ અપાતો નથી;
જ્યાં વાસ્તવિકતા બીજી હોઈ, ત્યાં સચ્ચાઈ દેખાતી નથી;
જ્યાં પ્રાર્થનામાં મૂંઝવણ હોય, ત્યાં ટકી શકાતું નથી.
- ડો. હીરા