‘હાથ પકડીને રાખજો’, ઈચ્છે છે સહુ કોઈ પ્રભુ પાસે;
‘મને એકલો મુકી દો’, પછી કહીએ સહુ તો પ્રભુને.
‘ચલાવજો અમને તમારી રાહ પર’, વિનંતી કરીએ પ્રભુ પાસે;
‘મને મારા રસ્તે ચાલવું છે’, થાકીને કહીએ પ્રભુને.
‘પરિપૂર્ણ બનાવો’, અમે રીઝીએ પ્રભુને;
‘ફરી પાછા આવીશું, હવે અમને છોડો’, ઉપાડા આપીએ પ્રભુને.
‘તમારી સમજ આપો’, વિનવે સહુ પ્રભુને;
‘સમજ અમારી છે પરિપૂર્ણ, તમારી સમજ ન સમજાય’, કોસીએ પ્રભુને.
‘નિસ્વાર્થ ભાવો આપો, પ્રેરણા આપો’, કહીએ પ્રભુને;
‘સ્વાર્થમાં જ અમે રમીએ, નથી નીકળવું બહાર’, અંતરમાં કહીએ પ્રભુને.
‘પ્રેમ તમારો ભરો’, એવી અરજી મૂકીએ પ્રભુને;
‘તમારો પ્રેમ સમજાતો નથી, અમને ચાલવા દો અમારી રાહે’, ભૂલીએ પ્રભુને.
- ડો. હીરા