પરિપૂર્ણતાની વાતો ન થાય જ્યાં મનમાં શાંતિ નથી;
એકરૂપતા ન સમજાય જ્યાં સુધી ભેદ ખતમ નથી.
વિશ્વાસની મહેફિલના સર્જાય જ્યાં સુધી દુવિધા છે;
પ્રભુની મુલાકાત ન થાય જ્યાં સુધી સ્પષ્ટતા નથી.
અહેસાસ પોતાનો ન થાય જ્યાં સુધી ‘હું’ કર્તા છું;
અવિવેકને ન ભુલાય જ્યાં સુધી સ્વાર્થમાં રચું છું.
મિલનની વાતો ન થાય જ્યાં સુધી પ્રભુ મારા નથી;
એમ કેવી રીતે જીવીએ જ્યાં સુધી મંજિલનો નિર્ણય નથી.
પ્રાણને અમે ત્યજીએ, જ્યાં સુધી જન્મના ફેરા છે બાકી;
પ્રભુ પછી એમાં શું કરે, જ્યાં સુધી અમે તેયાર નથી.
- ડો. હીરા