જ્યાં સાચો પ્યાર નથી, ત્યાં શું કહેવું?
જ્યાં સાચી સમજ નથી, ત્યાં શું સમજાવવું?
જ્યાં સાચી રાહ નથી, ત્યાં શું બતાડવું?
જ્યાં અઘીરતા જતી નથી, ત્યાં શું સુખ આપવું?
જ્યાં શૂન્યાકાર સમજાતો નથી, ત્યાં શું પ્રભુનું પાન કરવું?
જ્યાં ધીરજ જીવનમાં રહેતી નથી, ત્યાં શું દુઃખ હરવું?
જ્યાં મહેફિલમાં શાંતિ નથી, ત્યાં શું વસવું?
જ્યાં અનાદર કરતા રહે, ત્યાં શું ગળે લગાડવું?
જ્યાં અવિશ્વાસનું પ્રદર્શન હોય, ત્યાં શું જઈને કહેવું?
- ડો. હીરા