જ્યાં જોઉં ત્યાં તું વસે, અંતરના ઊંડાણમાં તું વસે;
જ્યાં બોલું ત્યાં તું બોલે, અંતર આપણું તો કાયમ મટે;
દુનિયાના શોરમાં શાંતિ મળે, ભૂલો બધા માફ કરે;
જિજ્ઞાસા મારી સમાપ્ત થાય, જ્યાં હું અને તું ખતમ થાય.
અવસ્થા શું છે એ સમજાતું નથી, વૈરાગ્ય શું એ ખબર નથી;
ન કોઈ મારું લાગે, ન કોઈ પરાયું લાગે, બધે શિવ લાગે.
જીવનની ચાલ ચાલતી રહે, જીવનમાં એક નવો સાથી મળે;
શિવ વિના આ જીવન અધૂરું, શિવ વિના આ પ્રેમ અધૂરો;
શિવશાંતિ જ્યાં મનને લાગે, ત્યાં જ તો દિલ દોડી ઊઠે;
શિવ મારી અંદર વસે, શિવ જ તો બધે વસે.
- ડો. હીરા