કબુતરને જે મારે એને ઘોર હત્યા કહેવાય છે;
બિલાડીને જે મારે એને કાયર હત્યા કહેવાય છે;
મનુષ્યને જે મારે એને અકારણ મૃત્યુ કહેવાય છે;
પોતાની જાતને જે મારે એને ત્રાસેલો માનવી કહેવાય છે.
નિર્ભયતાને જે મારે એને અત્યાચારી કહેવાય છે;
સૌંદર્યને જે મારે એને નિષ્ઠુર કહેવાય છે;
ભૂખને જે મારે, એ તો તપસ્વી ગણાય છે;
અહંને જે મારે એને પરમ ગુરુ કહેવાય છે.
- ડો. હીરા