અધીરતા અને ચંચળતામાં કંઈ પમાતું નથી;
વ્યર્થ છે આ બધી ખુશી, જ્યાં દિલમાં એ વસ્તી નથી;
નારાજ નથી અમે લોકોના વ્યવહારથી, બસ સ્વાર્થ પચતો નથી;
જિંદગીની આ મહેફિલમાં, સાચો સાથી મળતો નથી.
ગુમરાહ મન અને ગુમરાહ રાહ સાથે અમે ચાલતા નથી;
જિંદગીની ઉદારતા અને જિંદગીની મહેફિલમાં અમે ગુમરાહ નથી.
જ્યાં વાસ નથી પ્રભુનો, ત્યાં અમે મળતા નથી;
આંનદની મહેફિલ અમને સજ્યા વિના જતી નથી.
- ડો. હીરા