યંત્રમંત્રની ભાષા હર કોઈ સમજતું નથી;
પ્રેમની ભાષા સહુ કોઈ સમજે છે.
વિચારોથી કોઈ પર્યાપ્ત થતું નથી;
ખ્વાબોની દુનિયામાં જ સૌ જીવે છે.
વિનાશથી હર કોઈ ડરે છે;
સાચવવા પોતાની જાતને ચાહે છે.
ધાંધલ-ધમાલથી જીવે છે;
શાંત મન હર કોઈ ચાહે છે.
ચાહતોથી હર કોઈ ઉપર આવતું નથી;
જીવનની સોચ એની એ જ છે.
સમાપ્ત આ જીવન જ્યારે થાય છે;
ત્યારે હર કોઈ પછી રડે છે.
જીવનમાં પ્રેમ વગર બીજું કાંઈ નથી;
મોટું દિલ અને અંતરની વિશાળતા વગર કાંઈ નથી.
- ડો. હીરા