પ્રભુ, વિચારોના દળદળમાં ફસાઉં છું
પ્રભુ, તારા પ્રેમમાં હું ખોવાવ છું
છતાં મનડું મારું અસ્થિર બને
પ્રભુ, તારી જ કૃપા મને ભવસાગર પાર કરાવે
પ્રભુ. અંતરમાં ના ઉતરી શકું છું
છતાં તારું નામ સતત લઉં છું
ઈચ્છા એક જ દર્શાવું છું
તારામાં એક હવે થઈ જાઉં છું
પ્રભુ, તસવીર તારી જોયા રાખું છું
છતાં તારાથી અલગ પોતાને પામું છું
પોતાની જાતને સમર્પિત કરું છું
પ્રભુ, તારી જ ઓળખાણ હવે ચાહું છું
- ડો. હીરા