જાત મહેનત ઝિંદાબાદ
પ્રભુ ભક્તિ કરે આબાદ
વિરહની તડપ કરાવે મુલાકાત
મનુષ્યની ફિતરત કરાવે ઈબાદત
શાયરની મહેફિલ કરાવે મુસીબત
ભુલાવે સહુને એ તો હકીકત
પાગલપણની છે આ વસિયત
વિસરાવે એ તો અંતરની વિરાસત
શાયરીના ગમની છે આ જમાનત
કે ભુલાવે એ તો મનની ગુલામત
જ્ઞાન ખોખલું, છે એક ગફલત
ભુલાવે સાચી પ્રીતની રુબાયત
આંસુના ઝેર છે એક ઈનાયત
તકદીરે મહોબતની છે એ તો મિલકત
રંઝેગોરની છે ફરમાઈશ
હાલેદિલની વફાની છે આ કહાની
- ડો. હીરા