આઝાદ પંછીની જેમ ઉડ઼વું છે
તારા નામમાં પોતાની જાતને વિસરવું છે
ધ્યાનમાં તારા, પૂરેપૂરું ડૂબવું છે
તારામાં એક થઈ હવે રમવું છે
પ્રેમમાં તારા, બધું પામવું છે
તારી સાથે રહી, તારા જેવું બનવું છે
ગુંજમાં તારી, પોતાને ઓળખવું છે
હર વિચારમાં બસ તારી સાથે જીવવું છે
મનમાં તને વસાવું છે
ચિત્ત, તારામાં જોડવું છે
પ્રાણમાં, તને ભરવું છે
ખુશીથી તારી સાથે ઝૂમવું છે
હર ઈચ્છા તને સોંપવી છે
તારામાં રહી ખુદને પામવું છે
જીવન હવે વિસરવું છે
તારી સાથે હવે રહેવું છે
- ડો. હીરા