પ્રભુ તારા ચરણમાં એક સુકૂન છે
પ્રભુ તારા પ્રેમમાં મારી રાહ છે
પ્રભુ તારા નિર્ણયમાં મારો ઉદ્ઘાર છે
પ્રભુ તારા વિચારોમાં મારું પણ એક સ્થાન છે
પ્રભુ તારી વર્ષામાં એક અનોખો આનંદ છે
પ્રભુ તારી મસ્તીમાં એક દીવાનગીનો નશો છે
પ્રભુ તારા મિલનમાં એક તો મારી પહેચાન છે
પ્રભુ તારા આદેશમાં તો તારી કૃપા છે
પ્રભુ તારા હૈયામાં સારો સંસાર છે
પ્રભુ તારી લાલસામાં મારા જીવનનું કલ્યાણ છે
- ડો. હીરા