કેમ કરશું, શું કરશું, કેવી રીતે કરશું, કંઈ તો આવડતું નથી
કેમ પામશું, ક્યાં ચાલશું, કંઈ તો સમજાતું નથી
આ છે અવસ્થા હરએક માનવીની, આ છે મૂંઝવણ હરએક જીવની
રાહ શું છે, એ જ ખબર નથી, મંજિલ ક્યાં છે, એ જ દેખાતી નથી
વર્ષો વીતે પણ એ મૂંઝવણ તો ખતમ થાતી જ નથી
હાર્યા, થાક્યા તો પણ રસ્તો તો જડતો જ નથી
મુશ્કેલી એ છે, કે પોતે કરતા, એ ગફળત દૂર થાતી નથી
માગ્યું તોય શું માગ્યું પ્રભુ પાસે, સાચો રસ્તો માગ્યો નથી
ઇચ્છાઓની પૂર્ણતા માગી, પ્રભુ તારો રસ્તો માગ્યો નથી
હેરાનપરેશાન પછી રહે છે માનવી, એની જ હરકતો એને જ સમજાતી નથી
- ડો. હીરા