ફરક કાંઈ છે જ નહીં, અંતર કાંઈ છે જ નહીં;
દૂરી કાંઈ છે જ નહીં, અલગતા કાંઈ છે જ નહીં;
સમય કાંઈ છે જ નહીં, બીજો ઈશ્વર કાંઈ છે જ નહીં;
તારું-મારું કાંઈ છે નહીં, વિચાર પણ કાંઈ છે જ નહીં;
ગુરુ-શિષ્ય કાંઈ છે નહીં, પૃથ્વી-આકાશ કાંઈ છે જ નહીં
પ્રભુ-ભક્ત કાંઈ છે નહીં, જીવ-આત્મા કાંઈ છે જ નહીં;
સૂક્ષ્મ કાંઈ છે નહીં, અદ્રશ્ય કાંઈ છે જ નહીં;
દુઃખદર્દ કાંઈ છે નહીં, સુખ-સુવિધા કાંઈ છે જ નહીં;
સાચું ખોટું કાંઈ છે નહીં, પ્રશ્ન જવાબ કાંઈ છે જ નહીં;
કાંઈ નથી, કાંઈ નથી, આ સૃષ્ટિ પણ તો છે જ નહીં;
કાંઈ નથી, કાંઈ નથી, આ શબ્દો પણ તો છે જ નહીં;
કાળ પણ તો છે નહીં, બ્રહ્મા-વિષ્ણુ મહેશ-પણ છે જ નહીં;
નથી નથી કાંઈ નથી, શૂન્ય પણ તો છે જ નહીં;
શું છે શું છે, એ પ્રશ્ન તો પણ છે નહીં;
બ્રહ્માંડ છે, બ્રહ્માંડ છે, એના વિના બીજું કાંઈ છે જ નહીં.
- ડો. હીરા