નિર્જીવમાં પ્રાણ કોણે ભર્યાં, એને તો ઓળખો;
ચિંતન તમને કોણે બતાવ્યું, એને તો ઓળખો;
પ્રેમમાં તમને કોણે સંવાર્યાં, એને તો ઓળખો;
હરપલ તમને કોણે બચાવ્યા, એને તો ઓળખો;
જ્ઞાન સાચું કોણે આપ્યું, એને તો ઓળખો;
ધ્યાન તમારું કોણે રાખ્યું, એને તો ઓળખો;
વિચારો શુદ્ધ કોણે કર્યા, એને તો ઓળખો;
ઈચ્છા કોણે પૂરી કરી, એને તો ઓળખો;
કૃતજ્ઞતા કોણે સીખડાવી, એને તો ઓળખો;
વિશ્વાસ તમારો કોણે વધાર્યો, એને તો ઓળખો;
મંજિલ તમારી કોણે દેખાડી, એને તો ઓળખો;
સ્વયંનાં જેણે દર્શન કરાવ્યાં, એને તો ઓળખો.
- ડો. હીરા