‘હું કોણ છું’ ના પ્રશ્નનું શું કરશો, જ્યાં ‘હું’ જ સર્વપ્રથમ છે.
‘હું કોણ છું’ જાણીને શું કરશો, જ્યાં ‘હું’ વગર બીજું કંઈ દેખાતું નથી.
‘હું કોણ છું’ જાગે તોય શું થયું, જ્યાં ‘હું’ જ કર્તા ને ભોગતા.
‘હું કોણ છું’ સંકલ્પનો ન ઉપાય, જ્યાં ‘હું’ જ ભુલાતું નથી.
‘હું કોણ છું’, ન એ સમજાય છે, જ્યાં ‘હું’ જ ને પ્રેમ ને ‘હું’ જ પર અભિમાન.
‘હું કોણ છું’ ના ધ્યાનનો શું ફાયદો, જ્યાં ‘હું’ જ તો મારી ઓળખાણ.
‘હું કોણ છું’ નો યોગ શું કામનો, જ્યાં ‘હું’ જ ના ભોગમાં રમીએ સદા.
‘હું કોણ છું’ નો પ્રશ્ન શું કામનો, જ્યાં ‘હું’ જ નો અસ્તિત્વનો પ્રશ્ન.
‘હું કોણ છું’ નું ધ્યાન શું કામનું, જ્યાં ‘હું’ જ નો પ્રેમ ‘હું’ જ સાથેનો.
‘હું કોણ છું’ નું જ્ઞાન શું કામનું, જ્યાં ‘હું’ જ એમાં ભૂલાતો નથી.
- ડો. હીરા