મૂર્ખ માણસ એમ જ કહેશે કે મેં બધું કર્યું,
વિદ્વવાન ખાલી ખામોશ રહેશે.
અજ્ઞાનતામાં જીવ એવા કર્મો કરે છે,
તે પછી એના પરિણામ સહન કરવા મુશ્કિલ રહેશે.
ધ્યાનસ્થ માનસ ખાલી અંતરમાં ઉતરશે,
પણ જાગૃત માનવી કાર્યોમાં રહી ધ્યાનમાં રહેશે.
દુવિધામાં રહેલો માનવી ક્યારેય સાચા નિર્ણય નહીં લે,
જેના હૃદયમાં સ્પષ્ટતા છે, તે ક્યારેય પણ ખોટા પગલા નહીં ભરે.
અભણ વ્યક્તિ ક્યારેય પણ પ્રેમ નહીં સમજી શકે,
જ્ઞાની ક્યારેય પણ પ્રેમને નહીં ત્યજી શકે.
શ્રદ્ધાથી ભરેલા માનવી ક્યારેય રસ્તા નહીં બદલે,
અને ઈશ્વરમય માનવી ક્યારેય દુર્વ્યહાર નહીં કરે.
- ડો. હીરા