કમાલ છે કે હજી આપણે મળ્યા નથી,
ભવોભવથી સાથે છીએ પણ એકબીજાને ઓળખતા નથી.
કમાલ છે કે હજી આપણે એક બીજાને ભેટ્યા નથી,
સાથે રહીએ છીએ પણ એકબીજાથી અંજાન છીએ.
કમાલ છે કે હજી એકબીજાથી વાતો કરતા નથી,
એવું લાગે છે કે દેખાયા વિના વાતો સંભવ નથી.
કમાલ છે કે હજી તે મને તારી સમીપ લીધો નથી,
તને તો બધું ખબર છે, છતાં તું મને સુધારતો નથી.
કમાલ છે કે તે મને તારામાં એકાકાર કર્યો નથી,
આ કેવી મજબૂરી છે કે મારો સાચો સંગાથી મને આવકારતો નથી.
- ડો. હીરા