મને તારો પ્રેમ જોઈએ, તારો મને આભાસ જોઈએ;
પ્રભુ તારો અનુભવ જોઈએ, તારો જ મને અહેસાસ જોઈએ.
પ્રભુ તારો શ્વાસ જોઈએ, પ્રભુ મારામાં તારો વાસ જોઈએ;
પ્રભુ તારું ચેન જોઈએ, તારો જ મને આવાજ જોઈએ.
મને તારી મહેક જોઈએ, તારું સતત રટણ જોઈએ;
પ્રભુ તારામાં સતત ચિત્ત જોઈએ, તારામાં જ તો આરામ જોઈએ.
પ્રભુ તારી દ્રષ્ટિ જોઈએ, પ્રભુ તારો જ મને વિચાર જોઈએ;
પ્રભુ તારી મંજિલ જોઈએ, પ્રભુ તારો જ મને પુકાર જોઈએ.
પ્રભુ તારું સેવન જોઈએ, પ્રભુ તારું જ મને રમણ જોઈએ;
તારો જ વિશ્વાસ જોઈએ, પ્રભુ બીજું મને ન કંઈ જોઈએ.
- ડો. હીરા
manē tārō prēma jōīē, tārō manē ābhāsa jōīē;
prabhu tārō anubhava jōīē, tārō ja manē ahēsāsa jōīē.
prabhu tārō śvāsa jōīē, prabhu mārāmāṁ tārō vāsa jōīē;
prabhu tāruṁ cēna jōīē, tārō ja manē āvāja jōīē.
manē tārī mahēka jōīē, tāruṁ satata raṭaṇa jōīē;
prabhu tārāmāṁ satata citta jōīē, tārāmāṁ ja tō ārāma jōīē.
prabhu tārī draṣṭi jōīē, prabhu tārō ja manē vicāra jōīē;
prabhu tārī maṁjila jōīē, prabhu tārō ja manē pukāra jōīē.
prabhu tāruṁ sēvana jōīē, prabhu tāruṁ ja manē ramaṇa jōīē;
tārō ja viśvāsa jōīē, prabhu bījuṁ manē na kaṁī jōīē.
|
|