હરખ નથી, પરખ નથી, પ્રભુ તારી તો કોઈ ઝલક નથી;
સોચ નથી, વિશ્વાસ નથી, પ્રભુ તારી અમારા પર કોઈ રોક નથી;
પ્રેમ નથી, ચેન નથી, પ્રભુ તારામાં તો કોઈ રૈન નથી;
આરામ નથી, અરમાન નથી, પ્રભુ તારું તો કોઈ પ્રમાણ નથી;
ઇચ્છા નથી, તૃપ્તિ પણ નથી, પ્રભુ તને મળવાની કોઈ લાલસા નથી;
વિરામ નથી, દિવ્ય ધારા નથી, પ્રભુ તને મળવાની કોઈ ઈલતેજા નથી;
ચહેક નથી, મહેક નથી, પ્રભુ તારી અમને કોઈ જરૂરત નથી;
મીઠાશ નથી, શ્વાસ નથી, પ્રભુ તારો તો અમને આભાસ નથી;
યાદ નથી, ફરિયાદ નથી, પ્રભુ તારી અમને કોઈ મુલાકાત નથી;
જીવન નથી, સંજીવન નથી, પ્રભુ તારા વગર કોઈ મિલન જ નથી.
- ડો. હીરા
harakha nathī, parakha nathī, prabhu tārī tō kōī jhalaka nathī;
sōca nathī, viśvāsa nathī, prabhu tārī amārā para kōī rōka nathī;
prēma nathī, cēna nathī, prabhu tārāmāṁ tō kōī raina nathī;
ārāma nathī, aramāna nathī, prabhu tāruṁ tō kōī pramāṇa nathī;
icchā nathī, tr̥pti paṇa nathī, prabhu tanē malavānī kōī lālasā nathī;
virāma nathī, divya dhārā nathī, prabhu tanē malavānī kōī īlatējā nathī;
cahēka nathī, mahēka nathī, prabhu tārī amanē kōī jarūrata nathī;
mīṭhāśa nathī, śvāsa nathī, prabhu tārō tō amanē ābhāsa nathī;
yāda nathī, phariyāda nathī, prabhu tārī amanē kōī mulākāta nathī;
jīvana nathī, saṁjīvana nathī, prabhu tārā vagara kōī milana ja nathī.
|