જોવે છે શું, હો માનવી, તને જોઈએ છે શું?
મનની શાંતિ કે ઇચ્છાની તૃપ્તિ, તને જોઈએ છે શું?
અંતરની ખુશી કે વિચારોની સૃષ્ટિ, તને જોઈએ છે શું?
આરંભની લાલસા કે સુખ સગવડની આરાધના, તને જોઈએ છે શું?
જીવનનો સંગાથ કે પ્રભુનો વાસ, તને જોઈએ છે શું?
પરિવારની ખુશી કે શરીરનું સુખ, તને જોઈએ છે શું?
ચંચલતાની સીમા કે પછી શીતલતાની રચના, તને જોઈએ છે શું?
પ્રેમની તમન્ના કે પછી પ્રેમની અતૂટ ધારા, તને જોઈએ છે શું?
જીવનનો પ્રેમ કે પછી પરિસ્થિતિનો પ્રેમ, તને જોઈએ છે શું?
જરા સોચ માનવી, આખર તારે જોઈએ છે શું?
- ડો. હીરા