પ્રેમથી પામો, પ્રેમથી વિચારો, પ્રેમથી જ સુધારો;
પ્રેમથી જીતાડો, પ્રેમથી સવારો, પ્રેમથી જ પોતાના બનાવો;
પ્રેમથી નિખારો, પ્રેમથી બોલાવો, પ્રેમથી જ વિશ્વાસ જગાડો;
પ્રેમથી પમાડો, પ્રેમથી આવકારો, પ્રેમથી જ સુઝાડો;
પ્રેમથી પોતાના બનાવો, પ્રેમથી અંતરમાં ઉતારો, પ્રેમથી અંતર જગાડો;
પ્રેમથી દુઃખ ભુલાવો, પ્રેમથી એક કરો, પ્રેમથી નિજ ભાન ભુલાવો;
પ્રેમથી અપનાવો, પ્રેમથી સ્વીકારો, પ્રેમથી વૈરાગ્ય જગાડો;
પ્રેમથી પોકારો, પ્રેમથી રિઝાવો, પ્રેમથી જ જ્ઞાન આપો;
પ્રેમથી મુશ્કેલી દૂર કરો, પ્રેમથી ઇચ્છા મુક્ત થાવ, પ્રેમથી જ પ્રભુને યાદ કરો;
પ્રેમ જ છે પ્રભુનું ધન, પ્રેમ જ છે દુનિયાનું તન, પ્રેમ જ છે પ્રભુનું સાચું સગપણ.
- ડો. હીરા