મને શું જોઈએ છે, એ મને જ ખબર નથી, બીજાનું શું કહું
ક્યાં જવું છે મારે, એ જ મને ખબર નથી, બીજાનું શું કહું
પોતાને જ હું ઓળખતો નથી, બીજાનું શું કહું
ઈશ્વરને હું મળતો નથી, બીજાનું શું કહું
બીજાને પોતાના ગણતો નથી, બીજાનું શું કહું
આળસમાં પ્રયત્ન હું કરતો નથી, બીજાને શું કહું
વ્યવહારમાં કોઈનો બનતો નથી, બીજાનું શું કહું
આરામમાં મને ચેન મળતું નથી, બીજાનું શું કહું
બદલાવ મારામાં જ આવતો નથી, બીજાને શું કહું
આખરે મારી જાતને છેતર્યા વિના રહેતો નથી, બીજાને શું કહું
- ડો. હીરા