મનની મોકળાશ અને તનની સુંદરતા, એ જ છે માનવીની હકીકત
ચેન ગુમરાહ, વિશ્વાસની સરળતા, એ જ છે સહુની ગુલામત
તનાવની ખોજમાં અને મસ્તીની મોજમાં, આ છે વ્યથા સહુની
આલમની તલાશમાં અને ગમની શાયરીમાં, આ જ છે મજનૂની હકીકત
પ્રેમની પ્રગતિમાં અને અનુભવની ખોજમાં, આ જ છે આરાધનાની સિયાસત
નીડરતાની ભ્રમણામાં અને આંદોલનની રાહમાં, આ જ છે અહિંસકની હકીકત
દીવાનગીની ફિતરતમાં અને જીભાજોડીની મુર્ખતામાં, આ જ છે ગુલામોની હકીકત
સહુના ચેનમાં અને સરળતાના રંગમાં, આ જ છે પ્રભુની હુકૂમત
- ડો. હીરા