જાગ્રત મનમાં અજાગૃતિ કઈ રીતે ચાલે
સાધનાના પથ પર ચાલવાવાળા માનવીમાં ક્ચાસ ક્યાંથી ચાલે
પોતાની જાત પર બેકાબૂ ક્યાંથી ચાલે
વિવેક ચૂકીએ, એ ક્યાંથી ચાલે
મનની ચંચલતાના નાચ ક્યાં સુધી ચાલે
પ્રભુને ગુમરાહ આપણે ક્યાંથી કરી શકીએ
પ્રેમમાં માંગણી કઈ રીતે ચાલે
વિશ્વાસમાં ડર ક્યાંથી ચાલે
આવરણમાં ખોટાપણું ક્યાં સુધી ચાલે
ગમગીન અવસ્થા આપણી ક્યાં સુધી ચાલે
જીવનને વેડફતા રહીએ, એ ક્યાં સુધી ચાલે
મુશ્કેલીથી ડરીએ, એ ક્યાં સુધી ચાલે
વાસ્તવિકતા ભૂલીએ, એ ક્યાં સુધી ચાલે
અંતિમ સમય આવશે, એ ક્યાં સુધી ભૂલીએ
મંજિલને ત્યજએ, એ ક્યાં સુધી ચાલશે
- ડો. હીરા