જેમ કર્યું ને તેમ કર્યું, હાઈશ આ તો સારું કર્યું
કેટલી વાર, આ શબ્દો આપણે પોકારીએ છીએ
કેટલી વાર આ ગફળતમાં આપણે રહીએ છીએ
કચાશ આપણી, કે આપણે સુધરતા નથી
મૂર્ખતા આપણી, કે આભાર વ્યક્ત કરવાનું આપણે ચૂકીએ છીએ
જેમ થાય એમ કરી લે, આવી સલાહ કેટલાકને આપિએ છીએ
માનવના આ રંગમાં કેટલાને આપણે ભરમાવીએ છીએ
સલાહ કેવી વિચિત્ર આપણે આપીએ છીએ
સંભવને કેમ આપણે અસંભવ દર્શાવીએ છીએ
માનવની કચાશને પ્રોત્સાહન આપીએ છીએ
જે થાય એ જોયું જશે, એમ કેમ આપણે સોચીએ છીએ
કર્મો વિચાર કર્યા વગર કેમ આપણે કરીએ છીએ
જ્યારે પછી ભોગવવા પડે, ત્યારે કેમ આપણે રડીએ છીએ
આવા ખોટા વિચારોમાં જ કેમ આપણે ભમીએ છીએ
- ડો. હીરા