આશિષ આપવા તો કેવા આપવા, આ આપણે સમજવાનું છે, આ આપણે સીખવાનું છે
તમન્ના એ આગળ વધે, એ જ આપણે રાખવાની છે
આશિષમાં સરળતા હોય, સદભાવ હોય, એના વિકાસની જ ભાવના હોય
આયુષ્યમાન ભવઃ, આરોગ્ય વગર નકામું છે
વિજયી ભવઃ, યોગ્યતા વગર નકામું છે
સૌભાગ્યવતી ભવઃ, એના સુકર્મ વગર નકામું છે
કામમાં આગળ વધો, સુખ વગર નકામું છે
સુખી રહો, માયાને ભૂલ્યા વગર નકામું છે
હરખમાં રહો, એની એ ઇચ્છા વગર નકામું છે
ગૉડ બ્લેસ યુ, એ ભાવના વગર નકામું છે
પ્રભુના સર્વ આશિષ પ્રાપ્ત થાય તને, એની યોગ્યતા અને પ્રભુ કૃપાનું પૂર્ણ સ્વરૂપ છે.
- ડો. હીરા