મધ્યમ શ્વાસો પૂરવા અને ચિત્ત સ્થિર કરવું
ઈશ્વરની છબીમાં ઊતરવું અને એને અંતરમાં રાખવું
શરીર આપોઆપ વિસરાતું જશે અને મંઝિલ આપોઆપ પ્રાપ્ત થશે
કેન્દ્રબિંદુનું અજવાળું મળશે અને મન શાંત થશે
હું નો ભાવ ખત્તમ થશે, દ્રશ્ય અને દ્રષ્ટા દ્રષ્ટિ સાથે એક થશે
પ્રક્રિયા બધી ખત્તમ થશે, જ્યાં અંતરની ઓળખાણ પ્રાપ્ત થશે
આત્મલિંગમ પ્રકાશિત થશે, બધે જ શૂન્ય રહશે
ન કોઈ જ્ઞાનનો ભાસ, ન કોઈ ભક્તિનો આભાસ, ખાલી આનંદ રહેશે
સૃષ્ટિથી પરે જાગૃતિ રહેશે, ચૈતન્ય અવસ્થા રહેશે
એકાકારમાં સાકર અને નિરાકાર રહેશે, એક જ શૂન્યકારા રહેશે
- ડો. હીરા