સમયની રફતાર ચાલતી જાય છે
આપણી વચ્ચેની દૂરી ઓછી થતી જાય છે
અગણિત વિચારો વિસરાવતી જાય છે
એકરૂપતાનું સર્જન કરતી જાય છે
ધ્યાન કેન્દ્રિત કરતી જાય છે
અંતરમાં અદ્રશ્ય થઈ ઉતારતી જાય છે
ઈશ્વર, તારી કૃપા સતત વરસતી જાય છે
કે ઓળખાણ ખુદની આપતી જાય છે
ધીમી ગતિમાં શ્વાસો પૂરાતા જાય છે
અંતર પ્રકાશિત થાતું જાય છે
તારી જ છબી દિલમાં વસતી જાય છે
ર્ધૈર્યમાં શિતલતા આપતી જાય છે
સમયની રફતારમાં સમય થંભી જાય છે
ગુરુની કૃપાથી જ આ બધું થાય છે
- ડો. હીરા