ગુમરાહ મનનાં ગુમરાહ અવાજ સતાવે છે મને
પ્રેમની ગલિયોમાં ખિલતા ગુલાબ લુભાવે છે મને
ગમગીન અવસ્થાનો ગમગીન શોર દઝાડે છે મને
વ્યવહારમાં કચાસ અને અંતરની અજાગ્રતી સતાવે છે મને
મારા અસ્તિત્વનો અહેસાસ હજી રડ઼ાવે છે મને
તારા પ્રેમની રુતબા, એ જ જીવાડ઼ે છે મને
- ડો. હીરા