ધડ઼કનમાંથી નાદ નિકળે છે
માડી, તારા નામની ગુંજ વહે છે
પ્રેમનો સાગર ત્યાં તો ફૂટે છે
માડી, તારા અસ્તિત્વમાં દિલ ઝૂમે છે
જ્ઞાનનો ભંડાર ત્યાં ખૂલે છે
માડી, તારા શબ્દો હૈયામાં રમે છે
સ્પર્શ, તારા દિવ્યતાના મળે છે
માડી, તારા રંગની હોળી ત્યાં રમાય છે
વિશ્વાસના તાંતણા ત્યાં મળે છે
માડી, તું જ તો બધે રમે છે
અલગતા હવે રહેતી નથી
માડી, તારામાં જ ઓળખાણ મળે છે
તું અને હું ત્યાં રહેતા નથી
માડી, આ વાતમાં બીજું કોઈ ના મળે છે
- ડો. હીરા