સમયના ખેલ કેવા નિરાળા છે
પ્રેમના બંધ કેવા મજબૂત છે
શરીર જાય પણ પ્રેમ ન જાય
જ્ઞાન થાય પણ અભિમાન ન થાય
ઈચ્છા બધી પૂરી થાય છે
જ્યાં પરમ ઈચ્છામાં દિલ રમે છે
વિશ્વાસ વધારે જ મજબૂત થાય
અંતરમાં ખાલી પોતાનો અનુભવ થાય
જન્મ-મરણના ખેલ સમજાય છે
જ્યાં આત્મા-પરમાત્માના ખેલ સમજાય છે
ધીરજ અને ગંભીરતામાં સુકુન થાય
અંતરના ખેલમાં હરખ થાય
જિજ્ઞાસા બધી ખત્તમ થઈ જાય છે
જ્યાં પ્રભુ મિલનમાં આત્મા ખીલી જાય છે
બાકી કાંઈ રહેતું નથી
જ્યાં એકરૂપતા સર્જાય છે
- ડો. હીરા