જ્યાં મોહબ્બતની ગેહરાઈમાં જવાય છે,
ત્યાં અંતરઆત્મા આનંદમાં ઉભરાય છે.
જ્યાં પ્રેમની મુલાકાતમાં ઈશ્વર સમાય છે,
ત્યાં જીવનમાં નવા રંગો છવાય છે.
જ્યાં જ્ઞાનમાં પરિવર્તનશીલ બનાય છે,
ત્યાં ઇંતેજાર બધા પૂરા થાય છે.
જ્યાં જીવનમાં આધ્યાત્મ છલકાય છે,
ત્યાં કેન્દ્રબિંદુમાં ખાલી ઈશ્વરનું નામ લેવાય છે.
- ડો. હીરા