જ્યાં વિચારોની ગાથા છૂટે છે, ત્યાં જ પ્રેમની પ્રતિભા ફૂટે છે.
જ્યાં જ્ઞાનનો સાગર મળે છે, ત્યાં જ હૈયામાં અનોખું તેજ પ્રકટાવે છે.
જ્યાં અમરતાનું પ્રતીક બનીએ છીએ, ત્યાં જ અંતરમાં નવી ઓળખાણ મળે છે.
જ્યાં વિશ્વાસના પડદા ખૂલે છે, ત્યાં જ પરમશાંતિની ચેતના જાગે છે.
જ્યાં કામક્રોધ બધા સમે છે, ત્યાં જ આકાર નિરાકારના ભ્રમ છૂટે છે.
જ્યાં જીવનમાં પ્રકાશ મળે છે, ત્યાં જ બિંદુ આનંદનું ઝરે છે.
જ્યાં સુકૂન સુખ-ચેનનું વીસરાય છે, ત્યાં જ પરિસ્થિતિ બદલાય છે.
જ્યાં આજ્ઞાનું પાલન થાય છે, ત્યાં જ આદર સન્માનના ભાવોથી ઉપર ઉઠાય છે.
જ્યાં મહેક પ્રેમની મળે છે, ત્યાં જ જીવનમાં આરામ મળે છે.
જ્યાં ગુંજમાં અંતરિક્ષનો નાદ મળે છે, ત્યાં જ વિશ્વમાં એનો જ આભાસ થાય છે.
- ડો. હીરા