જ્યાં છે તું ત્યાં છે અમે, તારા વિના ના અમે છીએ,
તું મહેફિલ સજાવે અને અમે આવિયે, તારા વિના ના અમે છીએ.
પ્રેમના પાત્ર તું બનાવે, તારામાં ખોવાઈ જઈએ, તારા વિના ના અમે છીએ.
ધ્યાન સતત તું અમારું રાખે, તારા વિના ના અમે છીએ.
વિશ્વાસમાં તારા, તું સદા રમાડે, તારા વિના ના અમે છીએ.
હેરાન પરેશાન આ જગ રહે, તારી ઓળખાણમાં અમે નાચિયે, તારા વિના ના અમે છીએ.
જ્ઞાન તારું તું અમને આપે, રહેમ તારી સતત વરસે, તારા વિના ના અમે છીએ.
જીવન જીવાડતા તું શિખડાવે, હૈયામાં શાંતિ આપે, તારા વિના ના અમે છીએ.
ગગનમાં નૃત્યુ તે દેખાડ્યું, અનુભવ અનોખા અનોખા આપે, તારા વિના ના અમે છીએ.
હૈયું તારા માટે સતત તલસે, એકરૂપતા તું સરજાવે, તારા વિના ના અમે છીએ.
- ડો. હીરા