જેને મુલાકાત જોઈતી હતી, તે તો ન થયું;
હૈયું ખાલી કરવાની વાત હતી, તે તો વિસરાઈ ગયું.
જિમ્મેદારી જ્યાં દેખાઈ ગઈ, ત્યાં પોતાનું બધું ભુલાઈ ગયું;
હૈયામાં પ્યાર જ્યાં ખીલ્યો હતો, ત્યાં તો મૃગજળ દેખાઈ ગયું.
અમીરસ જ્યાં વહેતા ગયા, હૈયામાં દર્દ બીજાને થયું;
પ્રેમની ભાષા જ્યાં મળી ગઈ, ત્યાં બધું એમાં સમાઈ ગયું.
મુશ્કેલીમાં કેમ જીવન કાઢીએ છીએ, તે ના સમજાયું;
વિશ્વાસની વાતો કેમ કરીએ છીએ, જ્યાં વિશ્વાસ પર વિશ્વાસ ન રહ્યો.
ઉમ્મીદ કેમ ખિલાવીએ છીએ, જ્યાં નાસફળતાની દીવાર બાંધીએ છીએ;
વૈરાગ્ય કઈ રીતે સમજવો, જ્યાં હૈયામાં હજી મોહથી બધાને બાંધીએ છીએ.
વિસામો કઈ રીતે લેવો, જ્યાં અદ્રશ્ય થઈને અમે એમને તો પૂજીએ છીએ.
- ડો. હીરા