હર એક જીવ ચાહે છે મોક્ષ,
પણ હર એક જીવ રહે છે એની સોચમાં.
હર એક પ્રેમ ચાહે છે આનંદ,
પણ હર એક પ્રેમ રહે છે ખાલી માંગણીઓમાં.
હર એક જીવ ચાહે છે આઝાદી,
પણ હર એક જીવ કરે છે ખાલી એની ઈચ્છાની ગુલામી.
હર એક મોડ઼ પર આવે છે નવો રસ્તો,
પણ હર એક મોડ઼ પર રહે છે ભય ચાલવાનો.
હર એક વાતમાં રહે છે નવી સંભાવના,
પણ હર એક વાતમાં રહે છે ખાલી સંકોચની અવસ્થા.
- ડો. હીરા